પાટણ ગામે હીટ એન્ડ રનની ઘટના : બોલેરો અડફેટે યુવતી-વૃધ્ધના મૃત્યુ

પાટણ, તા.14 : પાટણ ગામે જીમખાનાથી અનાવાડા રોડ પર હીટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં પુરઝડપે ધસી આવેલી બોલેરો જીપે યુવતી અને વૃધ્ધને અડફેટે લેતા બન્ને ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત બાદ ચાલક જીપ રેઢી મૂકી નાસી છૂટયો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે પાટણમાં અનાવાડા રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી સહીસ્તા દાદામીયા સૈયદ નામની યુવતી કપડા ધોતી હતી ત્યારે એક બોલેરો જીપ પુરઝડપે ધસી આવી હતી અને સહીસ્તા સૈયદને અડફેટે લીધી હતી. બાદમાં ઘર બહાર ખાટલામાં સુતેલા દીલાવર રસુલ બ્લોચ નામના વૃધ્ધને અડફેટે લઈ એક મકાનમાં જીપ ઘૂસી  ગઈ હતી અને ચાલક જીપ રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.
જ્યારે ઘવાયેલી યુવતી-વૃધ્ધને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.પોલીસે નાસી છૂટેલા ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer