થોમસ કપ: કવાર્ટર ફાઇનલમાં ભારતની આજે ડેનમાર્ક સામે ટક્કર

થોમસ કપ: કવાર્ટર ફાઇનલમાં ભારતની આજે ડેનમાર્ક સામે ટક્કર
આખરી લીગ મેચમાં ચીન સામે 1-4થી હાર
આરહસ (ડેનમાર્ક) તા.14: થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહેલેથી સ્થાન જમાવી ચૂકનાર ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો આજે આખરી ગ્રુપ મેચમાં મજબૂત ચીનની ટીમ સામે 1-4થી પરાજય થયો હતો. આથી ભારતીય ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં શુક્રવારે યજમાન દેશ ડેનમાર્કની ટીમ વિરુદ્ધ ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમ ચીન પછી બીજા સ્થાને રહી છે. ચીન સામેના મુકાબલમાં ભારત તરફથી ફક્ત ડબલ્સની જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીનો વિજય થયો હતો. મેન્સ સિંગલ્સમાં કે. શ્રીકાંત અને સમીર વર્મા સહિતના ખેલાડીઓ ચીની ખેલાડી સામે પરાજીત થયા હતા. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતીય પુરુષ ટીમે ગઇકાલે તાહિતીની ટીમને પ-0થી સજ્જડ હાર આપીને થોમસ કપમાં 11 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા ભારતીય ટીમ 2011માં થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer