વિશ્વ કપમાં ભારતને હરાવશું પાક. સુકાની બાબરનો આશાવાદ

વિશ્વ કપમાં ભારતને હરાવશું પાક. સુકાની બાબરનો આશાવાદ
દુબઇ, તા.14: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું માનવું છે કે યુએઇમાં પાછલા કેટલાંક વર્ષોમાં રમવાના અનુભવને લીધે તેની ટીમ ટી-20 વિશ્વ કપમાં ભારતને હરાવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લીગ મેચ 24 ઓક્ટોબરે દુબઇમાં રમાશે. આ સ્થળ પર પાક. ટીમ હજુ સુધી અપરાજીત રહી છે. દુબઇમાં પાકે. તેના તમામ 6 ઇન્ટરનેશનલ ટી-20 મુકાબલા જીત્યા છે.
એક મુલાકાતમાં પાક. સુકાની બાબર આઝમે જણાવ્યું કે અમે પાછલા ચાર વર્ષથી યુએઇમાં રમી રહ્યા છીએ. આથી ત્યાંની પરિસ્થિતિથી પરિચિત છીએ. અમને પિચોની સ્થિતિનો ખ્યાલ છે. એક બેટસમેન તરીકે અમે ત્યાં કેમ રમવું તે સારી જાણીએ છીએ. પાક. ટીમ સાથે મેથ્યૂ હેડનનું બેટિંગ કોચ તરીકે ફિલેન્ડરનું બોલિંગ કોચ તરીકે જોડાવું પાક. ટીમ માટે ફાયદારૂપ બનશે તેમ બાબર આઝમે કહ્યંy હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer