આવાસ યોજનાનું ઘર પાંચ વર્ષ નહીં વપરાય તો કરાર થશે રદ

આવાસ યોજનાનું ઘર પાંચ વર્ષ નહીં વપરાય તો કરાર થશે રદ
પીએમ આવાસ યોજનાને લઈને સરકારે કર્યો નિયમમાં ફેરફાર
નવી દિલ્હી, તા. 13: પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લઈને સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સરકારે પીએમ આવાસ યોજનાના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. જેને પીએમ આવાસ યોજના હેઠળ ઘર મળ્યું છે તેઓએ તેમાં પાંચ વર્ષ રહેવું અનિવાર્ય છે. જો આ જોગવાઈનું પાલન નહીં થાય તો ફાળવણી રદ કરવામાં આવશે. વર્તમાન સમયમાં જે આવાસોનું રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ટુ લીઝ કરાવીને આપવામાં આવે છે અથવા જે લોકો આ એગ્રીમેન્ટ ભવિષ્યમાં કરાવવાના છે તે રજિસ્ટ્રી નથી.
સરકાર પાંચ વર્ષ સુધી ધ્યાન રાખશે કે લોકોએ ફાળવવામાં આવેલા આવાસનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તેમાં લોકો તેમાં વસવાટ કરતા હશે તો એગ્રીમેન્ટને લીઝ ડીડમાં બદલવામાં આવશે. જો ઉપયોગ નહીં થઈ રહ્યો હોય તો કરાર રદ કરવામાં આવશે તેમજ જમા કરાવવામાં આવેલી રકમ પણ પાછી મળશે નહી. એટલે કે હવે આવાસ યોજનામાં ચાલતા કાંડ બંધ થઈ જશે.
આ ઉપરાંત નિયમ અને શરતો મુજબ શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. પાંચ વર્ષ બાદ પણ લોકોએ લીઝ ઉપર જ રહેવું પડશે. એટલે કે પીએમ આવાસનાં મકાનો ભાડે દેવામાં આવતા હતા તે લગભગ બંધ થઈ જશે. કાનપુરમાં પહેલી વખત રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ટુ લીઝ હેઠળ લોકોને આવાસમાં રહેવાનો અધિકાર સોંપવામાં આવી રહ્યો છે. કેડીએ ઉપાધ્યક્ષ અરવિંદ સિંહની પહેલ ઉપર લાગેલા કેમ્પના પહેલા તબક્કામાં 60 લોકો સાથે કરાર કરવામાં આવ્યા છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer