નિરમા ફેકટરી બંધ કરવાના નિર્ણયથી પોરબંદરના અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડશે

રોજમદારોની રોજગારી છીનવાઇ જશે, ફેકટરી પ્રમાણે કવોલીફાઇડ
સ્ટાફ રાખવા કોંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી
 
પોરબંદર, તા.13:  પોરબંદરની આર્થિક જીવાદોરી સમી નિરમા ફેકટરીમાં દોઢ મહીનામાં ત્રીજો અકસ્માત સર્જાતા એક એન્જીનીયર અને વેલ્ડરના મોત નિપજયાના બનાવમાં કોંગ્રેસના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફેકટરીને સેફટી ઓડીટ માટે બંધ કરવાના નિર્ણય થી પોરબંદરના અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડશે તેમ જણાવીને નિયમ પ્રમાણે કવોલીફાઇડ સ્ટાફ રાખવા માંગ કરી છે.
અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં નિરમા ગ્રુપ સંચાલીત સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું અને ત્રણ ઘાયલ થયા છે. ગંભીર બેદરકારીના કારણે ફેકટરીમાં આ ત્રીજો અકસ્માત છે. ફેકટરીમાં સેફટી માટેના અધિકારીઓ નથી, લેબર ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પણ નથી, ઉપરાંત  સરકારના લેબર ડીપાર્ટમેન્ટ અને ફેકટરી એકટ અંતર્ગત નિમાયેલ કમ્પેટેટીવ અધિકારીની મીલી ભગતના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે અને નિર્દોષ કામદારોના મોત થયા છે. આવી ઘટનાઓને છાવરવા માટે રાજય સરકારે જવાબદાર અધિકારીઓ અને ફેકટરીના સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે ફેકટરી બંધ કરાવી રોજમદારોની રોજગારી ઉપર
તરાપ મારી છે.  રાજય સરકારને અપીલ છે કે, આ બાબતે ઉચ્ચકક્ષાની તપાસ યોજે, ફેકટરી ચાલુ રાખવામાં આવે અને ફેકટરીમાં સેફટીનો ઓડીટ કરાવવામાં આવે.
પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા સહિતના આગેવાનો ઘટના સ્થળે અને ફેકટરીએ રૂબરૂ દોડી ગયા હતા તથા કામદારો સહિત અધિકારીઓને પણ મળ્યા હતા અને ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.
ફેકટરી બંધ કરવાને કારણે આ ફેકટરીમાં કામ કરતા પ8પ જેટલા કાયમી કર્મચારીઓ કામદારો તેમજ રપ00 જેટલા કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરેલા કામદારો અને કર્મચારીઓ બેકાર થશે અને આફ ઁકટરી પર નભરાના ટ્રક ચાલકોથી માંડીને બીજી પરોક્ષ રોજગારી મેળવનારાઓ બેરોજગાર થશે.
મૃતકના પરિવારને નોકરી અને વળતર આપો
કોંગ્રેસ દ્વારા એવી પણ રજુઆત થઇ છે કે, જે યુવાન એન્જીનીયર હીરેન અગ્રાવત મૃત્યુ પામ્યો છે તેના પરિવારના સભ્યોને કંપનીએ કાયમી નોકરી આપવી જોઇએ તથા તેનું વળતર પણ ચુકવવું જોઇએ તે પ્રકારની માંગ થઇ છે. અગાઉ પણ આવા અકસ્માતો બન્યા છે ત્યારે ભોગ બનનારના પરિવારજનોને પુરતી મદદ મળી નથી તેથી એ તમામ ભોગ બનનારાઓના પરિવારજનોને તાત્કાલીક આર્થિક મદદ કરવા માટે કં5નીએ આગળ આવવું જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer