સાવજોનું શનિવારે વેકેશન પૂર્ણ, પ્રવાસીઓનું શરૂ

તા.16મી ઓક્ટોબરથી  સિંહ દર્શન માટે ઓનલાઈન પરમીટ બુક થઈ શકશે
જૂનાગઢ, તા.13: ચોમાસાની સિઝન અને પ્રાણીઓનો મેટિંગ સમયને કારણે ચાર માસ સાવજોનું વેકેશન રખાય છે. આ સમય આગામી તા.15ના પૂર્ણ થતા તા.16થી પ્રવાસીઓ માટે સિંહ દર્શનના દ્વર ખોલાશે. પ્રવાસીઓએ સાસણગિરની ઓનલાઈન વેબસાઈટ ઉપર પરમીટ બુક કરાવી શકશે.
ગિર અભયારણ્ય, સાસણ ગિર ખાતે ઈકોટુરીઝમ ઝોન પર આગામી તા.16ને શનિવારથી સિંહ દર્શન માટેના દ્વાર ખુલશે. તેમ સાસણ ગીર વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે જણાવ્યું છે  અને પ્રવાસીઓને ઓનલાઈન પરમીટ મેળવવા અનુરોધ કર્યો છે.  ચોમાસાના ચાર માસ માટે સિંહ દર્શન બંધ હોવાથી વનરાજો પણ પ્રવાસીઓથી દૂર હતા અને વેકેશન માણ્યું હતું. તે પૂર્ણ થતા આગામી તા.16થી જંગલમાં સાવજો પ્રવાસીઓને નિહાળી શકશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer