ટાટા મોટર્સના શેરમાં 19 ટકાનો જબ્બર ઉછાળો

ટાટા મોટર્સના શેરમાં 19 ટકાનો જબ્બર ઉછાળો
કંપનીમાં 7500 કરોડ રૂપિયાના રોકાણના અહેવાલને પગલે તેજી
નવી દિલ્હી, તા. 13 : દેશની સૌથી મોટી ઓટોમોટિવ કંપની ટાટા મોટર્સના શેરમાં બુધવારના કારોબાર દરમિયાન 19 ટકાનો ઉછાળો આવ્યો હતો. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ટીપીજી ગ્રુપ ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક વ્હીકલ કંપનીમાં એક અબજ ડોલર એટલે કે 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ અહેવાલને પગલે ટાટા મોટર્સના શેર 18.55ના ઉછાળા સાથે 498.85 રૂપિયાએ પહોંચી ગયો હતો. જે 52 અઠવાડિયાનો હાઈ છે. ટાટા મોટર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, ટીપીજી હપ્તે ટીએમએલ ઈલેક્ટ્રિક વ્હીકલમાં રોકાણ કરશે. જેનો પહેલો રાઉન્ડ માર્ચ 2022મા પૂરો થવાની સંભાવના છે અને પૂરૂ રોકાણ 2022ના અંત સુધીમાં આવી જશે. આ ડીલ માટે ટીએમએલ ઈવીસીઓની કિંમત 7.1 અબજ ડોલર લગાડવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer