T-20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

T-20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ
નવી દિલ્હી, તા.13: બીસીસીઆઇએ આજે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2021 માટેની ટીમ ઇન્ડિયાની જર્સી લોન્ચ કરી છે. ક્રિકેટ બોર્ડે ટિવટર પર કપ્તાન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર-બેટસમેન કેએલ રાહુલ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ફોટા શેર કરતા લખ્યું છે કે ‘જર્સીની પેટર્ન ચાહકોના અબજો ચીયર્સથી પ્રેરિત છે.’ હાલની જર્સી નેવી બ્લૂ કલરની છે. આ પ્રકારની જર્સી ટીમ ઇન્ડિયાએ 1992ના વન ડે વર્લ્ડ કપમાં પહેરી હતી. હવેની નવી જર્સી પણ 1992ના વર્લ્ડ કપની જર્સીને મળતી આવે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારતના યજમાનપદ હેઠળ ટી-20 વર્લ્ડ કપ ઓમાન અને યૂએઇમાં 17 ઓકટોબરથી શરૂ થઇ રહ્યો છે.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 24 ઓકટોબરે દુબઇમાં રમાનારા મેચથી કરશે. એ પછી 31 ઓકટબરે ન્યુઝીલેન્ડ સામે ટકકર થશે. જયારે ત્રણ નવેમ્બરે અબુધાબીમાં અફઘાનિસ્તાનની ટીમ સામે હશે. ભારતના સુપર-12ના બાકીના બે મેચ ગ્રુપ બીની વિજેતા (પાંચ નવેમ્બર) અને ગ્રુપ એની બીજા સ્થાન પર રહેનારી ટીમ (આઠ નવેમ્બર) સામે રમાશે.
પાક.ની જર્સી વિવાદમાં
ભારત-પાકિસ્તાનના મેચ પહેલા જ વિવાદ શરૂ થયો છે. વાત એવી છે કે પાકિસ્તાનની નવી જર્સી ‘આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ યૂએઇ’ લખ્યું છે. જેનો બીસીસીઆઇએ વિરાધ કર્યોં છે. કારણ કે યજમાન દેશ યૂએઇ નથી, પણ ભારત છે. આથી પાક. જર્સી પર છેલ્લે ભારત લખેલું હોવું જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer