લખતરનાં વિઠ્ઠલગઢ ગામે યુવાનની હત્યા કરનાર શખસને ઝડપી લેવાયો

લખતર, તા. 13: લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે જૂની અદાવત સહિતનાં કારણે વિજય મેલાભાઈ લોરિયા નામના યુવાનની છાતીમાં છરીનો ઘા મારીને હત્યા કરવા અંગે એ જ ગામના વિષ્ણુ બુધાભાઈ નામના શખસની પોલીસે ધરપકડ કરી હતી. ગરબી ચાલતી હતી ત્યારે આ બનાવ બનતા ભયનો માહોલ ઉભો થયો હતો. પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ ખૂનની ઘટના અંગે મૃતકના મામા મનુભાઈ ધોરાળિયાએ ફરિયાદ નોંધાવી હતી. વિજયની હત્યા કરીને નાસી ગયેલા વિષ્ણુને ઝડપી લેવા પીએસઆઇ એમ.કે. ઇશરાણી અને તેની ટીમે દોડધામ શરૂ કરી હતી. જેમાં વિષ્ણુ ગામની સીમમાં છુપાયાની મળેલી વિગતોના આધારે તેને ઝડપી લેવાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer