કોંગ્રેસમાં સિનિયર નેતાઓના અપમાનની પરંપરા છે ?

કોંગ્રેસમાં સિનિયર નેતાઓના અપમાનની પરંપરા છે ?
પાર્ટી છોડવી હોય તેને કોણ રોકે, એવી પ્રતિક્રિયાથી કૅપ્ટન અમરિંદર અકળાયા
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 23 : રાહુલ અને પ્રિયંકા ગાંધી બિન અનુભવી છે અને સલાહકારો એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવી ટીપ્પણી પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે કર્યા બાદ આજે કૉંગ્રેસ તરફથી પ્રતિક્રિયામાં જણાવાયું હતું કે રાજકારણમાં ગુસ્સાને કોઇ સ્થાન નથી. આવી પ્રતિક્રિયા બાદ કૅપ્ટને પાર્ટીની ટીકા કરતા જણાવ્યું હતું કે રાજકારણમાં ગુસ્સાને કોઇ સ્થાન નથી એ વાત સાચી પરંતુ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કૉંગ્રેસમાં અપમાનીત કરવા અને તેમને અકળામણ થાય એ હદે પરેશાન કરવાની પરંપરા છે ખરી? જો (મારા જેવા) સિનિયર નેતાઓ સાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો કાર્યકરો સાથે કેવું વર્તન કરાતું હશે એની મને ચિંતા છે.
પંજાબ કૉંગ્રેસમાં આંતરિક કલહની પરાકાષ્ઠારૂપે કૅપ્ટને ગઇ કાલે પંજાબ કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નવજોત સિદ્ધુ સામે આરપારની લડાઇનો સંકેત આપ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer