USમાં 5 ગ્લોબલ CEO સાથે મોદીની વાતચીત

USમાં 5 ગ્લોબલ CEO સાથે મોદીની વાતચીત
ભારતમાં 5G, શિક્ષણ, સ્વાસ્થ્ય, ઊર્જા ક્ષેત્રે કામ કરવા ઈચ્છુક ગ્લોબલ CEO
વોશિંગ્ટન, તા.ર3: અમેરિકાની યાત્રાના પહેલા દિવસે ગુરુવારે વડાપ્રધાન મોદીએ અમેરિકી કંપનીઓના પ ગ્લોબલ સીઇઓ સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. દરમિયાન કવાલકોમના સીઇઓ અમોને ભારતમાં ફાઇવજી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઊર્જા સહિત અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાતચીતમાં  ટેકનોલોજી, ભારતમાં બિઝનેસની સંભાવનાઓ સહિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પ્રસ્તાવિત મંત્રણા પહેલા વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાત્રે (ભારતીય સમય) અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના પ6 વર્ષીય કમલા હેરિસને મળ્યા હતા જે મુલાકાતને અમેરિકી મીડિયાએ ખાસ ગણાવી હતી.
શુક્રવારે મોદીની બાઇડેન સાથે આ પહેલી વ્યક્તિગત મુલાકાત હશે. ત્યાર બાદ કવાડ સમૂહની બેઠક યોજાશે.
કોરોના કાળમાં પહેલી અને ર014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીની આ 7મી અમેરિકાની યાત્રા છે. ગુરુવારે ભારતીય સમયાનુસાર સાંજે 7:1પ કલાકે તેઓ કવાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોનને, 7:3પ કલાકે એડોબના ચેરમેન શાંતનુ નારાયણને, 7:પપ કલાકે ફર્સ્ટ સોલારના સીઇઓ વિડમરને, 8:1પ કલાકે જનરલ એટોમિક્સના સીઇઓ વિવેક લાલને, 8:3પ કલાકે બ્લેકસ્ટોનના સીઇઓ સ્ટિફન શ્વાર્જમેનને તથા રાત્રે 11 કલાકે વિલાર્ડ હોટલમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે 1ર:4પ કલાકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તથા 3:00 કલાકે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાને મળ્યા હતા. 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer