IPL સીઝનનો સૌથી ઝડપી બોલ નોત્ઝેનાં નામે

IPL સીઝનનો સૌથી ઝડપી બોલ નોત્ઝેનાં નામે
દુબઈ, તા.23: આઇપીએલ-2020ના ઓકશનમાં દ. આફ્રિકી ફાસ્ટ બોલર એનરિક નોત્ઝેને કોઈ ખરીદાર મળ્યો ન હતો. તે સમયે આ પેસરની બેઝ પ્રાઇઝ પ0 લાખ રૂપિયા હતી. આ પછી તેની કિસ્મત પલટાઈ. દિલ્હી કેપિટલ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સનાં સ્થાને તેનો સમાવેશ કર્યો. 2020ની સિઝનમાં નોત્ઝેએ શાનદાર દેખાવ કરીને 12 મેચમાં 22 વિકેટ લીધી હતી. આમ છતાં આઇપીએલની 2021ની સિઝનમાં 8 મેચ પછી તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી. આ મોકાનો તેણે ભરપૂર ફાયદો લીધો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મેચમાં નોત્ઝેએ તેની રફતારથી સહુને ચોંકાવી દીધા. તેણે 4 ઓવરમાં ફક્ત 12 રન આપીને ડેવિડ વોર્નર અને કેદાર જાધવની વિકેટ લીધી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ દરમિયાન નોત્ઝેએ ચાર વખત 1પ0 પ્લસ કિમી પ્રતિ કલાકની ઝડપટથી બોલ ફેંક્યા. તેણે 1પ1.71 કિમીની રફતારથી ફેંકલ દડો આઇપીએલની 2021ની સિઝનનો સૌથી ઝડપી છે. નોત્ઝેથી રફતારથી પ્રભાવિત કોમેન્ટેટર આકાશ ચોપરાએ ચૂટકી લીધી કે ‘ઓવર સ્પીડ બદલ ચલાન કાપો’ દિલ્હીની જીત બાદ શિખર ધવને પણ નોત્ઝેની ભરપૂર પ્રશંસા કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer