વિશ્વ કપમાંથી બહાર થવાની અફઘાનિસ્તાન પર લટકતી તલવાર

વિશ્વ કપમાંથી બહાર થવાની અફઘાનિસ્તાન પર લટકતી તલવાર
-તાલિબાની સરકારના ઝંડા સાથે રમવાની સ્થિતિમાં ICC રોક લગાવશે
નવી દિલ્હી, તા.23: ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાનો અફઘાનિસ્તાન પર ખતરો મંડરાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબન સંગઠનની ગેરમાન્ય સરકાર છે. જે મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ લાદી ચૂકી છે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાનની ટીમ ટી-20 વિશ્વ કપમાં તાલિબાની સરકારના ઝંડા સાથે રમશે, તો આઇસીસી તેના પર રોક લગાવી દેશે.
આ મામલે આઇસીસીના એક અધિકારીએ કહ્યંy કે અફઘાનિસ્તાનની ટીમ 17 ઓક્ટોબરથી શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે કહેવું હાલ ઉતાવળિયું ગણાશે. અમે અફઘાનિસ્તાનની હાલત પર નજર રાખી રહ્યા છીએ. જો આઇસીસી કોઈ દેશના ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ મૂકે છે ત્યારે એ ધ્યાન રાખે છે કે ખેલાડીઓ તેનો ભોગ ન બને, કારણ કે તેમાં તેમની કોઈ ભૂલ નથી હોતી.
આઇસીસીનો નિયમ છે કે ખેલાડીઓએ એ બતાવવું પડે છે કે તે કયા બેનર તળે રમવા માગે છે. જો અફઘાની ખેલાડી તાલિબાની સરકારના બેનર તળે રમાવાની વાત કરશે તો તેમના પર વિશ્વ કપમાં પ્રતિબંધ આવી શકે છે, કારણ કે પાકિસ્તાન કોઈ દેશનું ક્રિકેટ બોર્ડ તેના પક્ષમાં નથી. વર્લ્ડ કપની બહાર થવા સાથે અફઘાનિસ્તાનની ટીમ 8 દેશની ક્રિકેટ સદસ્ય દેશોના લિસ્ટમાંથી પણ બહાર થઇ જશે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ મુખ્ય ડ્રોમાં સામેલ 8 ટીમમાં છે. તેને ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે. તાલિબાની સરકારના વિરોધના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામેનો એકમાત્ર ટેસ્ટ મેચ રદ કરવાની ચેતવણી આપી ચૂક્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer