ભારત સામે ઓસિ. મહિલા ટીમના વિજય અભિયાનને રોકવાનો પડકાર

ભારત સામે ઓસિ. મહિલા ટીમના વિજય અભિયાનને રોકવાનો પડકાર
આજે બીજો વન ડે 10-40થી શરૂ થશે
મેકોય (ઓસ્ટ્રેલિયા), તા.23: પહેલા મેચમાં કારમી હાર સહન કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના સતત 2પ મેચના વિજય અભિયાનને રોકવા શુક્રવારે શ્રેણીના બીજા વન ડેમાં મેદાને પડશે. ત્રણ મેચની શ્રેણીમાં ઓસિ. મહિલા ટીમ 1-0ની લીડ ધરાવે છે. શ્રેણી જીવંત રાખવા મિતાલી રાજની ટીમે દરેક વિભાગમાં શાનદાર દેખાવ કરવો પડશે. ખાસ કરીને ઓપનિંગમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પાસેથી ટીમને સારી શરૂઆતની આશા રહેશે.
અંગૂઠાને ઇજાને લીધે પહેલો મેચ ગુમાવનાર ઉપસુકાની હરમનપ્રિત કૌરની વાપસીથી ભારતનું મધ્યક્રમ મજબૂત બનશે. 2પ મેચથી અજેય ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે ભારતે 2પ0 ઉપરનો સ્કોર કરવો પડશે. બીજી તરફ મેગ લેનિંનના સુકાનીપદ હેઠળની ઓસિ. ટીમનું લક્ષ્ય વિજયક્રમ જાળવી રાખીને ત્રણ વન ડેની શ્રેણીમાં 2-0ની અતૂટ સરસાઇ હાંસલ કરવાનું રહેશે. આ ડે-નાઇટ મેચ શુક્રવારે સવારે 10-40થી શરૂ થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer