‘પીએમ કેર્સ સરકારનું ફંડ નથી’

‘પીએમ કેર્સ સરકારનું ફંડ નથી’
-હાઇ કોર્ટમાં ઙખઘએ કહ્યું, કેન્દ્ર કે રાજ્યોનું કોઈ નિયંત્રણ નહીં : RTIમાં ન આવે : સરકારી ફંડ નથી તો લજ્ઞદ.શક્ષનો ઉપયોગ કેમ ?
 
નવી દિલ્હી, તા. 23: દિલ્હી હાઇ કોર્ટમાં એક સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને આપાત રાહત કોષ પીએમ કેર્સ ભારત સરકારનું ભંડોળ નથી અને તેના તરફથી એકત્રિત કરવામાં આવેલું ધન ભારતની સંચિત નિધિમાં જતું નથી. પીએમ કેર્સ ન્યાસમાં માનદ આધારે કામ કરી રહેલા પીએમ કાર્યાલયમાં સચિવે કહ્યું હતું કે ટ્રસ્ટ પારદર્શિતા  સાથે કામ કરે છે અને સીએ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. આ સીએ કેગ તરફથી તૈયાર કરવામાં આવેલી ચેનલના સીએ હોય છે.
અરજી સમ્યક ગંગવાલે દાખલ કરી હતી. જેમાં પીએમ કેર્સ ભંડોળને સંવિધાન હેઠળ લાવવાનો નિર્દેશ આપવા અપીલ કરવામાં આવી હતી. જેથી કામકાજમાં પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય. વધુમાં એવો સવાલ પણ કરવામાં આવ્યો છે કે પીએમ કેર્સ સરકારી નથી તો જીઓવી ડોટ ઇનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. હવે આ મામલે વધુ સુનાવણી 27મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.
અદાલતમાં પીએમઓએ કહ્યું હતું કે, પીએમ કેર્સ ઉપર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ નથી. પીએમઓના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ભંડોળ ભારત સરકારથી નહીં પણ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છે.તેને આરટીઆઇ અધિનિયમના દાયરામાં પબ્લિક ઓથોરિટીના રૂપમાં ન લાવી શકાય અને ‘રાજ્ય’ તરીકે સૂચિબદ્ધ પણ કરી શકાય નહીં.
પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી એક વખત રાજકીય મોરચે વંટોળ સર્જયો છે. કોંગ્રેસે આ મુદ્દે ફરી આરોપ લગાવીને સવાલ કર્યો છે કે, પીએમ કેર ફંડમાં આવેલા 40000 થી 50000 કરોડ રૂપિયા ક્યાં ગયા? કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સુપ્રિયા શ્રીનેતને પૂછયું હતું કે, પીએમ કેર ફંડની રકમનું શું થઈ રહ્યું છે તેનો જવાબ સરકાર આપે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ કેર ફંડ ભારત સરકારનું ફંડ નથી એટલે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer