પેગાસસ જાસૂસી: તપાસ માટે નિષ્ણાત સમિતિ

પેગાસસ જાસૂસી: તપાસ માટે નિષ્ણાત સમિતિ
-સુપ્રીમ કોર્ટ નિયુક્ત કરશે ટેકનિકલ એકસપર્ટ કમિટી : સરકાર સમિતિ રચે તે પહેલા કોર્ટનું એલાન
નવી દિલ્હી, તા.ર3 : પેગાસસ જાસૂસીકાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટ ટેકનિકલ એકસપર્ટ કમિટિ બનાવવા જઈ રહી છે.સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઓપન કોર્ટમાં મૌખિક ટિપ્પણી કરી કે તે પેગાસસ જાસૂસી મામલાની તપાસ માટે ટેકનિકલ એકસપર્ટ કમિટિ બનાવશે અને આવતાં સપ્તાહે તે અંગે ફેંસલો આપશે.
સુપ્રીમ કોર્ટની આવી ટિપ્પણી મહત્ત્વની માનવામાં આવે છે કારણ કે કેન્દ્ર સરકાર એવું કહી ચૂકી છે કે તે એકસપર્ટ કમિટિનું નિર્માણ ખૂદ કરવા ઈચ્છે છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળ બેંચે કહ્યું કે પેગાસસ મામલે તે આ સપ્તાહે જ આદેશ આપવા ઈચ્છુક હતી પરંતુ આદેશને એક સપ્તાહ માટે ટાળી દેવાયો છે કારણ કે ટેકનિકલ એકસપર્ટ કમિટિના સભ્યો ફાઈનલ કરવાના છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલે અરજદારના વકીલ ચંદ્ર ઉદય સિંહ હાજર થયા હતા. ટેકનિકલ એકસપર્ટ કમિટિ માટે જે નામ વિચારણાં હેઠળ છે તેમાંથી અમુકે વ્યક્તિગત કારણોથી કમિટિમાં જોડાવા અસમર્થતા જાહેર કરી હતી જેથી આદેશમાં એક સપ્તાહનો વિલંબ થયો છે. અગાઉ કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપક જનહિતને ધ્યાને લઈ તે સોગંદનામું દાખલ કરવા નથી ઈચ્છતી જેની સામે કોર્ટે કહ્યું કે તેને એમ હતું કે સરકાર સોગંદનામું દાખલ કરશે અને પછી આગળની કાર્યવાહી નક્કી થશે. હવે એક જ મુદ્દો વિચારનો બાકી રહ્યો છે કે વચગાળાનો આદેશ પસાર કરવામાં આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer