ટીંબડીના પાટીયા પાસે ગેરકાયદે સિક્યોરીટી એજન્સી ચલાવતો ઝડપાયો

ટીંબડીના પાટીયા પાસે ગેરકાયદે સિક્યોરીટી એજન્સી ચલાવતો ઝડપાયો
મોરબી, તા.23 : મોરબી જિલ્લામાં લાયસન્સ વગરની પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા શખસને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસપી એસ.આર. ઓડેદરાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીંબડી પાટિયા નજીક પીપળી રોડ પર આવેલ ઓફિલ વિટ્રીફાઈડ પ્રા.લી. કારખાનામાં આરોપી સંજયકુમારસિંગ અવધેશકુમારસિંહ રાજપૂત (ઉં.41) (રહે. હાલ ઓફિલ વિટ્રીફાઈડ ટીંબડી પાટિયા મોરબી મૂળ રહે. બિહારવાળા) પાસે પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતાં કારખાનામાં સિક્યુરીટી ગાર્ડ પૂરા પાડી લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતો ઝડપી લઇ મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer