જેતપુરના રબારિકા રોડ ચોકડી નજીક બસ અડફેટે એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ

જેતપુરના રબારિકા રોડ ચોકડી નજીક બસ અડફેટે એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ
યુવાનનો તા.22ના જન્મ દિવસ હોવાથી નવું જ એક્ટિવા લીધું હતું
જેતપુર, તા.ર3: જેતપુરના ભાદરના બ્રીજ ઉપરથી રબારિકા ચોકડી નજીક અંધારામાં રાત્રીના 1ર:4પ વાગ્યે એસ.ટી.બસની અડફેટે નવું એક્ટિવા અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
જેતપુરના ભાદરના બ્રીજ ઉપરથી રબારિકા ચોકડી નજીક રાત્રીના 1ર.4પ વાગ્યે ઉંઝા ડેપોની જૂનાગઢ-ઉંઝા રૂટની બસ નં.જીજે18ઝેડ-3ર01ના ચાલક ઠાકોર મનુજી લક્ષ્મણજી તેમજ કંડક્ટર તરીકે પટેલ હર્ષદકુમાર શાંતીલાલ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક અંધારામાં રાત્રીના નવું એક્ટિવા વ્હાઇટ કલરનું નંબર પ્લેટ વગરનું પૂરપાટ સ્પિડે આવીને બસ સાથે ટકરાતા તેના ચાલક હરેશ ઉર્ફે હરૂ તોફનદાસ સોનિયા (ઉં.38)(રહે.કણકિયા પ્લોટ, જેતપુર)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ રહી હતી કે, મૃતક યુવાન હરેશનો ગઈકાલ તા.22ના જન્મદિવસ હતો અને નવું જ એક્ટિવા છોડાવ્યું હતું.
જો કે, આ અકસ્માત મામલે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, ઉંઝા ડેપોના રૂટની બસ હોવાથી તેમના ડ્રાઇવર-કંડક્ટર આખી રાત તેમજ દિવસના પાંચ વાગ્યા સુધી પોલીસ થાણે ગયેલા હતા છતાં સિટી પોલીસે ફરિયાદ નોંધી નથી તેમજ બેસાડી રાખી માજી સીએમ વિજય રૂપાણીના બંદોબસ્તમાં હોય તેવું ગાણું ગાઈ રહ્યા છે. સરકારી સ્ટાફ (એસ.ટી.કર્મચારી)નું જ કામ સરકારી ડિપામેન્ટ(પોલીસ) સમયસર ન કરે તો સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે? આજના એસ.ટી.બસના અકસ્માતના બનાવમાં જાણી શકાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer