વઢવાણની રૂ. 20.50 લાખની લૂંટનો આરોપી બે માસના અંતે ઝડપાયો

વઢવાણ, તા. 14: અહીંની લાખુ પોળ પાસે રિવોલ્વર જેવા લાઇટરની અણીએ રૂ. 20.55 લાખની લૂંટ કરીને નાસી ગયેલા ભવાનીસિંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા મોરીને બે માસના અંતે પોલીસે ઝડપી લીધો હતો.
મૂળ જૂનાગઢનાં મોટા કોટડા ગામનો વતની ચેતનભાઈ પટેલ નામના વેપારીને કાળાનાણાં ધોળા કરી દેવાના બહાને વઢવાણ બોલાવીને તેની પાસેનો રૂ. 20.55 લાખની રોકડ રકમ સાથેનો થેલો રિવોલ્વર જેવું લાઇટર બતાવીને લૂંટી લેવાયો હતો. આ બનાવ અંગે પીએસઆઇ ડી.ડી. ચુડાસમા અને તેની ટીમે તપાસ હાથ ધરી હતી. હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી આ લૂંટમાં સંડોવાયેલા ભવાનીસિંહ મોરીની ભાળ મેળવીને બેમાસના અંતે તેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી રૂ. 14.84 લાખની રોકડ રકમ, રિવોલ્વર જેવું લાઇટર કબજે કરાયા હતા.
નાયબ ઇજનેર માર પડયો: વીજચેકિંગ બાદમાં કરાયેલા વીજ દંડના કારણે સુરેન્દ્રનગરમાં 80 ફૂટના રોડ પર ઘૂઘરી પાર્કમાં રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મનુભાઈ પટેલને માર પડયો હતો. તેણે ખોડુ ગામના સિદ્ધરાજસિંહ ચંદુભા ખેરે ઘેર આવીને ધમકી આપીને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer