જૂનાગઢના યુવાને નોકરીની લાલચમાં છ લાખ ગુમાવ્યા: પોલીસમાં ફરિયાદ

જૂનાગઢ, તા.14: જૂનાગઢના યુવાને ઘરે બેસી નોકરી મેળવવાની લાલચમાં રૂ.6 લાખ ગુમાવ્યાની, મહેસાણાના શખસ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત પ્રમાણે અત્રેના મોતીબાગ પાસે આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા પૂજન કલ્પિનભાઈ નાણાવટી (ઉં.28)એ નીલ પટેલ રહે. હાલ અમેરિકાના કેન્ટકી મૂળ વતન મહેસાણા જિલ્લાનાં આખજ ગામના શખસ સાથે ટ્વિટર વેબસાઇટ ઉપર મુલાકાત થઈ હતી. તેમાં નિલ પટેલે પૂજનને તેમનાં ઘરે બેસીને નોકરી અપાવવાની લાલચ આપી હતી અને નોકરીના ત્રણ મહિનાનો ઓનલાઇન કોર્ષ કરાવેલ ત્યાર બાદ અલગ-અલગ વેબસાઇટમાં પૂજન નાણાવટી પાસેથી ઓનલાઇન કટકે કટકે તેમજ ત્રણ માસનો પગાર મળી કુલ રૂ.6,03,233ની છેતરપિંડી આચરી વિશ્વાઘાત કર્યો હતો.
આ બનાવ અંગે પૂજન નાણાવટીએ ‘સી’ ડિવિઝન પોલીસમાં નિલ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી પીએસઆઈ જે. આર. વાજાએ તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer