સુરતમાં વેપારીનો એસિડ પી આપઘાત

પોતાના ઘરમાં કેમિકલનો વ્યવસાય કરતા વેપારીએ એસિડ ગટગટાવ્યું
(ફૂલછાબ ન્યુઝ) સુરત, તા. 14: સુરત નજીક આવેલા ઓલપાડના એક કેમિકલના વેપારીએ વરિયાવ ગામમાં આવેલા પોતાના ઘરમાં જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.  
ઓલપાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડ ટાઉનમાં રહેતા 40 વર્ષના દિનેશભાઇ ચૌહાણ  કેમિકલનો વ્યવસાવ કરતા હોય અને તેઓ વરિયાવ ગામના પોતાના ઘરમાં એસિડ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં  ખસેડાયા હતા. જ્યાં ટૂંકી  સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક દિનેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. 
દિનેશભાઇ આપઘાત પાછળનું હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન પતિ-પત્ની વચ્ચે  છેલ્લા કેટલાક સમયથી કોઇ ને કોઈ કારણોસર માથાકૂટ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું અને સાસરીમાંથી પણ ત્રાસ વધી ગયો હોવાથી તેમજ આ અગાઉ પણ દિનેશભાઇ પત્ની સાથેના ઝઘડામાં આપઘાત કરવાની કોશિશ કરી હતી. આખરે તેઓ માનસિક તણાવમાં એસિડ પી મૃત્યુને ભેટયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer