અમદાવાદમાં બેકરીમાંથી એક સાથે ત્રણ પરપ્રાંતીયના મૃતદેહ મળ્યા

અમદાવાદમાં બેકરીમાંથી એક સાથે ત્રણ પરપ્રાંતીયના મૃતદેહ મળ્યા
ગેસ ગળતરનાં કારણે મૃત્યુ થયાની શંકા
અમદાવાદ, તા. 14: અહીંના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી એક બેકરીમાંથી એક સાથે ત્રણ પરપ્રાંતીયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેયના ગેસ ગળતરના કારણે ગુંગળાઈ જવાથી મૃત્યુ થયાની શંકા વ્યક્ત કરાઈ છે.
ઘાટલોડિયા વિસ્તારના ગોપાલનગરમાં યુકેએસ નામની પફ બનાવતી બેકરીમાંથી હશન, ઇબ્રાહિમ અને અસલમ નામના ત્રણ પરપ્રાંતીય મજૂરના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ત્રણેયના મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બાદમાં એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય મજૂરના ગેસ લીકેજથી ગુંગળાઈ જવાથી મૃત્યુ થયાનું અનુમાન કરવામાં આવે છે. હાલમાં સઘન તપાસ ચાલી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer