સુરતના પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા 26 વર્ષના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ

સુરતના પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા 26 વર્ષના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ
(ફૂલછાબ ન્યુઝ) સુરત, તા. 14: સુરતમાં કાયદો અને વ્યવસ્થા હાલ કથળી રહી હોય એવુ લાગી રહ્યું છે. શહેરના  પાંડેસરાના  ઈશ્વરનગર પાસેના ફૂટપાટ પાસે ગત રાત્રે સામાન્ય થયેલા ઝઘડા બાદ 26 વર્ષના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. 
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી 26 વર્ષીય અમરજીત શંભુ સહાની નામના યુવક અને અનિષ નિસાડ નામના યુવકે વચ્ચે ગત રોજ ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયને અનિષે અમરજીત પેટમાં ઉપરા ઉપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જોકે આ ઘટનાની પોલીસને  તાત્કાલિક જાણ કરી દેતા પોલીસે 108 એમ્બ્યુલન્સ જાણ કરી દેવાતા ઈજાગ્રસ્ત અમરજીતને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ આજે વહેલી સવારે 4.30 વાગ્યાના સુમારે મોત નીપજ્યું હતું. 
પાંડેસરા પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમર જીતનો હત્યારો નજીકનો કોઈ સગો જ હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. જો કે આ જે બીજા દિવસે પણ અમરજીતના કોઈ સગાસંબધી મળી આવ્યા નથી. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યંy છે અને હત્યારાનો પગેરું દબાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer