ક્રિકેટને મલિંગાની અલવિદા શ્રીલંકન ઝડપી બોલરે

ક્રિકેટને મલિંગાની અલવિદા શ્રીલંકન ઝડપી બોલરે
ઝ-20માં પણ નિવૃત્તિ જાહેર કરી
કોલંબો, તા.14 : ર9પ મેચમાં 390 વિકેટ ખેડવાર શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઝડપી બોલર લસિથ મલિંગાએ ટી ર0 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી પોતાના ચાહકોને મોટો આંચકો આપ્યો છે.મલિંગાએ એક મેસેજ શેર કરી કહ્યું કે આજનો દિવસ તેના માટે ખાસ છે અને તે એ દરેકનો આભાર માનવા ઈચ્છે છે  જેણે ટી ર0ની કારકિર્દી દરમિયાન તેનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે મારા શૂઝ હવે વિરામ લેશે પરંતુ ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ કયારેય વિરામ નહીં લે. આ પહેલા વર્ષ ર011માં ટેસ્ટ ક્રિકેટમાંથી અને ર019માં વન ડે ક્રિકેટમાંથી તે નિવૃત્તિ જાહેર કરી ચૂકયો છે. ટી ર0 માંથી નિવૃત્તિ સાથે તેણે હવે ક્રિકેટને કાયમ માટે અલવિદા કહી દીધું છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી કરાર મુક્ત થયા બાદ મલિંગાએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું પણ છોડી દીધું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer