રાહુલ દ્રવિડ બની શકે ટીમ ઈન્ડિયાનો કાર્યકારી કોચ

રાહુલ દ્રવિડ બની શકે ટીમ ઈન્ડિયાનો કાર્યકારી કોચ
ઝ-20 વિશ્વ કપ પછી શાત્રી-સપોર્ટ સ્ટાફનો કરાર પૂર્ણ
નવી દિલ્હી તા.14 : ટી ર0 વિશ્વકપ પછી ટીમ ઈન્ડિયાના કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પુર્ણ થવા જઈ રહયો છે. વર્તમાન સમયમાં બીસીસીઆઈ કરારને લંવાવવાના મૂડમાં નથી જે જોતાં ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવા કોચ મળી શકે છે જેમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે રાહુલ દ્રવિડનું નામ ચર્ચામાં છે. જો કે અગાઉ દ્રવિડ મુખ્ય કોચ બનવાની ઓફર ફગાવી ચૂકયો હોવાથી તેને કાર્યકારી કોચ બનવા મનાવવામાં આવી શકે છે.
દ્રવિડે વર્ષ ર01પ થી ર019 સુધી ભારત એ અને અંડર 19 ટીમ સાથે કામ કર્યુ છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીનું એક નિવેદન સામે આવ્યુ છે જેમાં દાદા એવી સંભાવના વ્યક્ત કરે છે કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કાર્યકારી કોચ બની શકે છે. ગાંગુલીએ કહયુ કે મને ખબર છે કે તે આ જોબ માટે ઈચ્છુક નથી. તેને રસ પણ નથી. પરંતુ હજુ મેં તેની સાથે વાત કરી નથી. જયારે અમે તે બાબત પર આવીશું ત્યારે જોશું. રવિ શાત્રીની વિદાય પછી ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધ શરૂ થઈ ચૂકી છે ત્યારે દ્રવિડનું નામ ચર્ચામાં છે. જો કે અગાઉ પણ આવી સંભાવના વખતે દ્રવિડે મુખ્ય ટીમને બદલે જૂનિયર ટીમને મજબૂત બનાવવાને અગ્રતા આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer