મર્યાદિત ઓવરોના મેચ માટે રોહિત શર્મા કેપ્ટન પદે લાયક

મર્યાદિત ઓવરોના મેચ માટે રોહિત શર્મા કેપ્ટન પદે લાયક
પૂર્વ ક્રિકેટર મદનલાલ સમર્થનમાં આગળ આવ્યા
નવી દિલ્હી, તા.14 : ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને જવાબદારી સોંપવા ચર્ચા ઉઠી છે તેવા સમયે પૂર્વ ક્રિકેટર મદન લાલે ભારતીય ક્રિકેટમાં સ્પિલ્ટ (અલગ ફોર્મેટ કેપ્ટન) ફોર્મેટનું સમર્થન કર્યું છે.
1983 વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા ઓલરાઉન્ડર રહેલા મદન લાલે કહ્યું કે રોહિત શર્મા એક ખાસ ખેલાડી છે અને જ્યારે પણ જરૂર પડે તે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા લાયક છે. ટી ર0 વિશ્વ કપ બાદ વિરાટ કોહલી મર્યાદિત ઓવરના મેચ માટે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે અને તેના સ્થાને રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચા વચ્ચે મદન લાલે રોહિત શર્માને એક કેપ્ટન તરીકે બિરદાવ્યો છે જે હાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે. મદન લાલ અનુસાર ભારતીય ટીમ નશીબદાર છે કે તેની પાસે રોહિત શર્મા જેવો ખેલાડી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer