કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી : સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી : સ્વાસ્થ્ય મંત્રાલય
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કોરોના અંગે 18 જિલ્લા વધારી રહ્યા છે ચિંતા
નવી દિલ્હી, તા. 3 : સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ દરરોજ 100થી વધારે કેસ ધરાવતા જિલ્લામાં પણ ઘટાડો નોંધાયો છે. 1 જૂનના દેશમાં એવા 279 જિલ્લા હતા જ્યાં દરરોજ 100થી વધારે કેસ નોંધાતા હતા. જો કે હવે 57 જિલ્લામાં જ દરરોજ 100થી વધુ કેસ નેંધાઈ છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના કહેવા પ્રમાણે કેરળના 10 સહિત 18 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ 18 જિલ્લામાં 47.5 ટકા કેસ સામે આવ્યા છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેર હજી પુરી થઈ નથી. સ્વાસ્થય મંત્રાલયના કહેવા પ્રમાણે 44 જિલ્લા એવા છે જેમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધારે છે. આ જિલ્લા કેરળ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં છે. કેરળમાં 10 જિલ્લા, મહારાષ્ટ્રમાં 3 અને મણિપુરમાં આવા બે જિલ્લા છે. રસીકરણ અંગે લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશમાં અત્યારસુધીમાં 47.85 કરોડ ડોઝ અપાયા છે. જેમાં 37.26 કરોડ પ્રથમ ડોઝ અને 10.59 કરોડ બીજો ડોઝ સામેલ છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને મહામારી હજી ખતમ થઈ નથી. જ્યાં સુધી ભારતનો સવાલ છે તો બીજી લહેર હજી પણ યથાવત છે.
-------------
કેરળથી ત્રીજી લહેરની શરૂઆત !
નવી દિલ્હી, તા. 3 : કોરોના મહામારીનો કહેર જુ ખતમ નથી થયો. આ વચ્ચે પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા નિષ્ણાતોએ કેરળમાં સતત વધી રહેલા કોવિડ-19ના કેસો પર પોતાની ચિંતા દર્શાવી છે. નિષ્ણાતોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, જે રીતે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ ત્રીજી લહેરની શરૂઆત હોઈ શકે છે. જો કે, હજુ કેરળ સરકારે તેને સત્તાવાર રીતે કોરોનાની ત્રીજી લહેર નથી માની. નિષ્ણાતોનું કહેવું છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન પ્રતિ દિવસ 12,000થી 14,000 કેસ આઆવતા હતા. જો કે છેલ્લે સપ્તાહે અહીં કેસોની સંખ્યા વધી છે. હવે પ્રતિ દિવસ 20,000થી 22,000 કેસ આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે કોરોનાના વધતા કેસોની સંખ્યા એ ત્રીજી લહેર આવવાની શરૂઆત હોઈ શકે છે. આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. અહીં વસ્તી વધી છે અને સરકારે નવા કોરોનાનો સામનો કરવા માટે લાંબી વ્યૂહરચના બનાવવી પડશે. આ વાત જાહેર આરોગ્ય નિષ્ણાત ડોકટર રમણ કુટ્ટીએ કરી હતી અને એમ પણ જણાવ્યું કે, દેશમાં જેટલા પણ કોરોનાના કેસ છે, તેમાંથી પ1 ટકા કેરળમાં છે. વાયનાડ સ્થિત કોવિડ કન્ટ્રોલ રૂમમાં કામ કરી રહેલા ચિકિત્સકએ સુકુમીરને જણાવ્યું હતું કે, કોઈ પણ વાયરસના આ સામાન્ય લક્ષણ છે કે તે અલગ-અલગ બનીને ફેલાય છે.  એવમાં કેરળમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer