તુર્કીમાં વિસ્ફોટ બાદ આકાશમાં લીલો રંગ છવાઈ જતાં કુતૂહલ

તુર્કીમાં વિસ્ફોટ બાદ આકાશમાં લીલો રંગ છવાઈ જતાં કુતૂહલ
યુએફઓ, મિસાઈલ પરીક્ષણ, ઉલ્કાની અટકળો
અંકારા તા.3 : તુર્કીમાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી છે. સોમવારે ઈજમિરના આકાશમાં અચાનક વિસ્ફોટ થયા બાદ આકાશનો રંગ ચમક સાથે લીલો થઈ ગયો હતો. આ દ્રશ્યો જોનારા લોકો ચોંકી ઉઠયા હતા. શું એલિયન્સ આંટો મારી ગયા અને યુએફઓને કારણે આવું થયુ ? તેવી ચર્ચા ઉઠી છે.
સોશ્યિલ મીડિયામાં વાયરલ વીડિયો અનુસાર એક ઉલ્કા પડી હતી જેને કારણે ભારે વિસ્ફોટ થયા બાદ અમુક સેકન્ડ સુધી આકાશનો રંગ લીલો થઈ ગયો હતો. સોશ્યિલ મીડિયા યુઝર્સ એવો પણ દાવો કરી રહયા છે કે આ કોઈ ઉલ્કા નહીં પરંતુ સેટેલાઈટમાંથી મિસાઈલનું પરિક્ષણ કરાયુ હોઈ શકે છે. અટકળોના દૌર વચ્ચે યુએફઓ, ઉલ્કા, સેટેલાઈટ વિસ્ફોટ જેવા દાવા કરાયા છે. વૈજ્ઞાનિકોએ આને ઉલ્કાની ઘટના ગણાવી કહયુ કે ઉલ્કાના વરસાદ દરમિયાન આવી ઘટનાઓ ઘટે છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer