ક્રુડ ભાવ ઘટયા, ભારતમાં ક્યારે રાહત ?

ક્રુડ ભાવ ઘટયા, ભારતમાં ક્યારે રાહત ?
-કાચા તેલની કિંમતમાં કડાકો :  ઉત્પાદન વધશે તો દેશમાં પેટ્રોલિયમની કિંમત પાંચ રૂપિયા સુધી ઘટી શકે
 
નવી દિલ્હી, તા. 3  : આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા છતાં હજી સુધી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરાયો નથી. છેલ્લા કારોબારી સત્રમાં ક્રૂડ તેલ 1.3પ ટકાના ઘટાડા સાથે 74.39 ડોલર સુધી ઉતરી ગયું છે ત્યારે કમ સે કમ હવે દેશની તેલ કંપનીઓ પેટ્રોલિયમના ભાવમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે. ચીનમાં કમજોર આર્થિક વૃદ્ધિ, કાચા તેલની કિંમતમાં ઘટાડો અને ઓપેકના ઉત્પાદનમાં વધારા સહિતના પરિબળોને લીધે ક્રૂડના ભાવ નરમ થયા છે ત્યારે એવું મનાય છે કે આગામી દિવસમાં ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. છેલ્લા બે સપ્તાહથી ભાવ સ્થિર છે પણ એ પૂર્વે પેટ્રોલિયમના ભાવમાં એટલો બધો વધારો ઝીંકી દેવાયો છે કે લોકો ત્રાહિમામ છે અને દરેક વસ્તુના ભાવમાં તેની અસર દેખાઈ રહી છે.
એમસીએક્સ પર ઓગસ્ટ માટે ક્રૂડ તેલની ડિલીવરીમાં 1.32 ટકા એટલે કે 73 રૂપિયા ઘટીને પ્રતિ બેરલ પ444 રૂપિયા પર 6313 લોટનો કારોબાર  છે.  વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 1.18 ટકા ઘટીને 73.08 ડોલર થઈ ગયું છે ત્યારે નિષ્ણાતો માને છે કે ભારતમાં પણ ભાવ ઘટી શકે છે.  ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધવાથી કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 6પ ડોલર સુધી ઉતરી શકે છે અને એમ થાય તો દેશમાં પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer