બોરડા ગામે મહિલાનો મૃતદેહ કુવામાંથી પથ્થર બાંધેલો મળી આવ્યો

તળાજા, તા.3: બોરડાથી દાઠા તરફ જતા રસ્તા પર પેટ્રોલ પંપ નજીક આવેલ વાડીમાં વલ્લભભાઇ શામજીભાઇ ભાલિયા ખેતીકામ કરી પરિવારજનો સાથે રહે છે. વહેલી સવારે વલ્લભભાઇ જાગ્યા ત્યારે પત્ની રંભાબેન (ઉ.વ.35) ઘરમાં હાજર ન મળી આવતા તલ્લી ગામે રંભાબેનના પિયરમાં ભાઇ ઓધાભાઇને ફોન કરી પૂછયું તો રંભાબેનના ભાઇએ ના પાડતા રંભાબેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. મૃતદેહ બહાર  કાઢવામાં આવ્યો ત્યારે તેમની સાથે બેલાનો પથ્થર બાંધેલ હતો. જેથી આત્મહત્યા કે હત્યા તેવી શંકાકુશંકા જન્મી હતી. દાઠા પોલીસે તળાજા પીએમ કરાવેલ હતું. પો.સ.ઇ. મહેશ્વરીએ જણાવ્યું તું કે હાલ એ.ડી. નોંધી તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer