ભાવનગરમાં યુવાનની હત્યાના કેસમાં બે આરોપીને 7 વર્ષની સખત કેદની સજા

બે લાખ મરણજનારનાં માતા-િપતાને વળતર પેટે ચૂકવી આપવા અદાલતનો હુકમ
ભાવનગર, તા.3: બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના તિલકનગર-સુભાષનગર પુલ નજીક અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ બપોરના સુમારે એક સગીર સહિત ત્રણ શખસે યુવાન ઉપર હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગેનો કેસ આજરોજ ડિસ્ટિક્ટિ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય બે આરોપીને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને બન્ને આરોપીના રૂપિયા એક-એક લાખ લેખે રોકડ રૂા.2 લાખ વળતર પેટે ગુજરનારનાં માતા-િપતાને ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના ભરતનગર-કૈલાશનગરમાં રહેતા ફરિયાદી રાજુભાઈ ઉર્ફે ભોલો હર્ષદભાઈ પરમાર તથા અમીતભાઈ ભરતભાઈ ચૌહાણ અને બાલાભાઈ પ્રફુલભાઈ રાઠોડ મળી ત્રણેય મિત્રો રિક્ષા લઈને તિલકનગર પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કેસના આરોપીઓ કિશન જીતુભાઈ ચૌહાણ, દર્શન ઉર્ફે લચ્છુ રમેશભાઈ નટુભાઈ પરમાર  તથા અન્ય એક બાળ આરોપી એમ ત્રણેય શખસ પોતાનું મોટર સાયકલ પુલ પર રસ્તામાં આડું મૂકી અંદરો-અંદર ઝઘડો કરતા હોય આથી ફરિયાદી તેને સમજાવવા જતાં ઉક્ત શખસો ઝઘડો કરવા લાગ્યા હતા, આથી ફરિયાદીના અન્ય મિત્રો અમીત અને બાલાભાઈ પણ નીચે ઉતરી સમજાવટ કરવા ગયા હતા. તેવામાં આરોપીઓએ ઝઘડો કરી અને લાકડાના ખોડા વડે હુમલો કરતા ફરિયાદી કિશનભાઈ તથા તેના મિત્ર અમીતભાઈ ચૌહાણને માથા તથા કાનના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. આથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અમીત ભરતભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer