ખેડૂતોના પ્રદર્શનની આડમાં હિંસાનું કાવતરું

ખેડૂતોના પ્રદર્શનની આડમાં હિંસાનું કાવતરું
પાક.એજન્સી આઈએસઆઈ, ખાલીસ્તાની સંગઠનની ઉશ્કેરણી : આજથી જંતર-મંતરે પ્રદર્શન
નવી દિલ્હી, તા.ર1 : નવા કૃષિ કાયદાના વિરોધમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની આડમાં નાપાક જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ભારતમાં મોટા પાયે હિંસા ફેલાવવાનું કાવતરૂ ઘડયાનો ખુલાસો થયો છે. આ દરમિયાન દિલ્હી સરકારે કિસાનોને જંતર મંતરે ધરણા પ્રદર્શનની મંજૂરી આપી છે. સરકાર તરફથી 22 જુલાઈથી 9 ઓગષ્ટ સુધી સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી 200 લોકોને પ્રદર્શનની છુટ આપી છે.
એક અહેવાલ મુજબ કેટલાક ખેડૂત સંગઠનોએ દેશમાં તમામ રાજ્યપાલોના નિવાસ સ્થાન ખાતે ર6 જૂને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ ઘડયો હતો. જે દરમિયાન પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈએ હિંસા ફેલાવવાનું કાવતરૂ ઘડયું હતું. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર આઈએસઆઈએ ભારતમાં સક્રિય પોતાના એજન્ટોને ર6 જૂને ખેડૂતોના ધરણાં પ્રદર્શન વખતે હિંસા ફેલાવવાનો આદેશ આપ્યો હતો. આઈએસઆઈનો ઈરાદો લાલ કિલ્લા જેવી ઘટનાના પુનરાવર્તનનો હતો. જો કે તેના ઈરાદા સફળ થયા ન હતા.
હવે ખેડૂત સંગઠનોએ રર માર્ચથી ચોમાસુ સત્ર સુધી સંસદ પાસે વિરોધ પ્રદર્શન યોજવા એલાન કર્યું હોવાથી ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાક. પ્રેરિત હિંસાની આશંકાને પગલે સતર્ક બની છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer