રાજ્યમાં 28 નવા કેસ : 3 મનપા અને 24 જિલ્લામાં એકેય કેસ નહીં

50 ડિસ્ચાર્જ, 389 દર્દી સારવારમાં : સૌરાષ્ટ્રમાં 7 જિલ્લામાંથી 6            કેસ-12 ડિસ્ચાર્જ
અમદાવાદ, તા.21: ગુજરાતમાં કોરોનાની સેક્ન્ડ વેવ હવે પૂર્ણતાને આરે છે તો બીજી બાજુ કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી રૂપે આજે અમદાવાદમાં 28 જેટલા ડોમ એન્ટીજન ટેસ્ટ માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 28 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં 3 મહાનગરપાલિકા અને 24 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ વધુ 50 દર્દી કોરોનામાંથી સાજા થતા ડીસ્ચાર્જ દર્દીનો આંક 8,14,109 થયો છે. રાજ્યમાં અત્યારે 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દરદી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં નોંધાયેલા 28 નવા કેસમાં સૌથી વધુ વડોદરામાં 9 સુરતમાં 5, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2, જામનગર અને રાજકોટમાં 1-1, આણંદમાં 2, ગિર સોમનાથ, નવસારી, પોરબંદર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે. તો બીજી બાજુ ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગર તેમજ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લો મળીને કુલ 24 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
જ્યારે અમદાવાદમાંથી 21, સુરતમાંથી 8, વડોદરામાંથી 6, રાજકોટમાંથી 1, જામનગરમાંથી 9, અમરેલી, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ તથા અરવલ્લીમાંથી 1-1 મળીને કુલ 50 દરદી કોરોનાની સારવાર લઈને સાજા થયા હતા.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer