ભારતમાં બર્ડફ્લૂથી પ્રથમ મૃત્યુ

ભારતમાં બર્ડફ્લૂથી પ્રથમ મૃત્યુ
દિલ્હીની એઈમ્સમા ં 11  વર્ષીય બાળકે દમ તોડયો;  સંક્રમણથી તબીબોમાં અચરજ
નવી દિલ્હી, તા.  ર1 : કોરોનાની ત્રીજી લહેરથી બચવા ભારતે તૈયારી કરી દીધી છે, ત્યારે દિલ્હીમાં થયેલાં માત્ર એક મોતથી આરોગ્ય તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. વાત જાણે એમ છે કે, બર્ડફ્લૂની બીમારીથી દેશમાં પહેલું મોત થયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં એક 11 વર્ષીય છોકરાનું ગઈકાલે મંગળવારે મોડેથી મોત થઈ ગયું હતું. મૃત્યુનું કારણ બર્ડફ્લૂનું સંક્રમણ બતાવાયું છે. સામાન્ય રીતે પક્ષીઓમાં થતી આ બીમારી દુર્લભ મામલામાં માનવ સંક્રમણનું કારણ બને છે, ત્યારે તેનાં કારણે મોતથી તબીબો ચિંતિત બન્યા છે.
પરીક્ષણો કરતાં 11 વર્ષનાં બાળકમાં લ્યૂકેમિયા અને ન્યૂમોનિયાનાં લક્ષણ દેખાયાં હતાં. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં નમૂના મોકલાતાં બર્ડફ્લૂ સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer