ઓલિમ્પિક પર હજુ પણ કોરોનાનું સંકટ

ઓલિમ્પિક પર હજુ પણ કોરોનાનું સંકટ
આયોજન સમિતિના પ્રમુખ તોશિરો મૂટોનો સ્વીકાર
ટોક્યો, તા.21: કોરોના મહામારીનું સંકટ ટોક્યો ઓલિમ્પિક પરથી હજુ દૂર થયું નથી. શુક્રવારથી શરૂ થનાર ઓલિમ્પિક પર હજુય કોરોના વાયરસનો ખતરો ઝળુંબી રહ્યો છે. હવે આજે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ઓલિમ્પિક વિલેજમાં જો કોરોનાના કેસમાં સતત વધારો થશે તો આ ખેલમહા કુંભને અંતિમ સમયે રદ કરવામાં આવી શકે છે. કોરોના મહામારીને લીધે આમ પણ ટોકયો ઓલિમ્પિક એક વર્ષ સ્થગિત કરાયા બાદ હવે 23મીથી રમાવાનો છે. ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિના પ્રમુખ તોશિરો મૂટોએ ઓલિમ્પિકને અંતિમ સમયે રદ કરવાની સંભાવનાનો ઇન્કાર નથી કર્યોં. તેમણે કહ્યંy છે કે અમે એ અંદાજ નથી લગાવી શક્યા કે કોરોના કેટલો ફેલાયો છે. અમે સાવધાની રાખી રહ્યા છીએ. કોરોનાની સ્થિતિ પર આખરી દિવસે પણ બેઠક બોલાવવામાં આવશે. ઓલિમ્પિક વિલેજમાં 11000થી વધુ એથ્લેટોનું આગમન થઇ ચૂકયું છે અને રોજ દેશ-િવદેશના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવે છે. જો કે રાહતની વાત એ છે કે હાલ તેની સંખ્યા ઘણી ઓછી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer