2032નો ઓલિમ્પિક બ્રિસબેનમાં યોજાશે

2032નો ઓલિમ્પિક બ્રિસબેનમાં યોજાશે
IOCએ સત્તાવાર જાહેરાત કરી
ટોક્યો, તા.21: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરને 2032ના ઓલિમ્પિકના યજમાન તરીકે પસંદ કર્યું છે. બ્રિસબેનની વિરૂધ્ધ બીજા કોઇ શહેરે દાવેદારી રજૂ કરી ન હતી. ઓસ્ટ્રેલિયામાં આ પહેલા મેલબોર્નમાં 19પ6માં અને સિડનીમાં વર્ષ 2000માં ઓલિમ્પિકનું આયોજન થઇ ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યંy છે કે અમને વિશ્વાસ છે કે અમારો દેશ 2032માં બ્રિસબેનમાં ઓલિમ્પિકનું સફળ આયોજન કરશે.
બ્રિસબેન પહેલા 2028માં લોસ એન્જેલિસ અને 2024માં પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન થશે. શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક પૂર્વેની આઇઓસીની આજની બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટીય શહેર બ્રિસબેન પર આખરી મોહર મારવામાં આવી હતી. અગાઉ 2032ના ઓલિમ્પિકના આયોજન માટે કતર, હંગેરી અને જર્મનીની દાવેદારી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer