ઓલિમ્પિક પૂર્વે કડક નિયંત્રણોથી જાપાનમાં વિરોધ વંટોળ

ઓલિમ્પિક પૂર્વે કડક નિયંત્રણોથી જાપાનમાં વિરોધ વંટોળ
ટોક્યો, તા.21: ટોક્યો ઓલિમ્પિકની પૂર્વ સંધ્યા પર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મૂકવામાં આવેલા પ્રતિબંધોથી જાપાનના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળે છે. સરકારે જાપાનના તમામ મોટા શહેરોના રેસ્ટોરાં અને બારને રાત્રે 8-00 વાગ્યા સુધીમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. અજાણ્યાના સંપર્કમાં ન આવવા અને વાયરસ ફેલાતો રોકવા જાપાન સરકારે આ કામચલાઉ નિર્ણય લીધો છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે આ તો તેમની આઝાદી પણ સીધી તરાપ છે. અમને રાત્રે હોટેલમાં જતાં કેમ રોકી શકાય ? આ મામલે ટોક્યોમાં અનેક લોકો સડક પર ઉતરી આવ્યા હતા અને ઓલિમ્પિક અને સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer