રાવલ ગામ પાસેથી રૂ.ર9.7પ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક સહિતના ફરાર

રાવલ ગામ પાસેથી રૂ.ર9.7પ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક સહિતના ફરાર
દારૂ-ટ્રક સહિત રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે
ખંભાળિયા, ભાટિયા, તા.1ર : કલ્યાણપુર તાબેના રાવલ ગામે રહેતા શખસે તેની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને રૂ.ર9.7પ લાખની કિંમતનો દારૂનો જથ્થો અને ટ્રક સહિત રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ફરાર વાડીમાલીક- ચાલક સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે  કે, રાવલ ગામની સીમમાં વાડી ધરાવતા રણજીત વજસી મોઢવાડીયા નામના શખસે તેની વાડીમાં દારૂનો જથ્થો ઉતાર્યે હોવાની અને હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને રૂ.ર9.7પ લાખની કિંમતની 7439 બોટલ દારૂનો જથ્થો અને ટ્રક સહિત રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દરોડો પાડતા વાડીમાલીક રણજીત વજસી મોઢવાડીયા અને ટ્રકચાલક સહિતના શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer