શ્રીલંકા પ્રવાસ પહેલા ખેલાડીઓના 6 RT-PCR ટેસ્ટ

શ્રીલંકા પ્રવાસ પહેલા ખેલાડીઓના 6 RT-PCR ટેસ્ટ
14 દિવસ ટીમ ક્વોરન્ટીન રહેશે: ઈંગ્લેન્ડ પ્રવાસ જેવા જ નિયમોની અમલવારી
નવી દિલ્હી, તા. 12 :  શિખર વધનની આગેવાનીમાં ભારતની ટીમ મુંબઈમાં 14થી 28 જૂન સુધી ક્વોરન્ટીન રહેશે અને શ્રીલંકા સામે 13 જુલાઈથી શરૂ થનારી 6 મેચની શ્રેણી માટે કોલંબો જવા રવાના થતા પહેલા ખેલાડીઓનો એક દિવસ છોડીને 6 આરટી પીસીઆર ટેસ્ટ થશે. શ્રીલંકા જનારી ટીમ માટે તમામ એસઓપી સમાન રહેશે. જેવી ઈંગ્લેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની શ્રેણી માટે ઈંગ્લેન્ડમા રહેલી ટીમ ઈન્ડિયા માટે અપનાવવામાં આવી હતી.
સૂત્રો મુજબ શ્રીલંકા પ્રવાસ માટેના તમામ નિયમો ઈંગ્લેન્ડ માટે રવાના થયેલી ટીમ જેવા જ રહેશે. બહારના રાજ્યોથી આવતા ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી આવશે અને અમુક કોમર્શિયલ ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં યાત્રા કરશે. ખેલાડીઓ સાત દિવસ સુધી પોતાના રૂમમાં ક્વોરન્ટીન રહેશે પછી બાયોબબલમાં સામાન્ય સ્થળે મળી શકશે. ખેલાડીઓ અલગ અલગ સમયે જીમ સત્રમાં ભાગ લઈ શકશે. ત્રણ મેચની વનડે શ્રેણી 13 જુલાઈથી શરૂ થઈ રહી છે તો આશા છે કે ભારતીય ટીમને વ્યક્તિગત ટ્રેનિંગ સત્ર બાદ મેચની પરિસ્થિતિનો અભ્યાસ કરાવવામાં આવશે. આ અગાઉ કોલંબોમાં ટીમ હોટલમાં ત્રણ દિવસ સુધી રૂમમાં અલગ રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer