બારબોરા ક્રેજિકોવાએ ફ્રેન્ચ ઓપન મહિલા ખિતાબ જીત્યો

બારબોરા ક્રેજિકોવાએ ફ્રેન્ચ ઓપન મહિલા ખિતાબ જીત્યો
પેરિસ, તા. 12 : ચેક ગણરાજ્યની બારાબોરા ક્રેજિકોવાએ અનાસ્તાસિયા પાવલુચેનકોવાને 6-1, 2-6, 6-4થી હરાવીને ફ્રેન્ચ ઓપન મહિલા એકલ ખિતાબ જીતી લીધો છે. ક્રેજિકોવાનો આ કારકિર્દીનો પાંચમો ખિતાબ છે. છેલ્લા પાંચ વર્ષમાં રોલા ગેરો ઉપર ખિતાબ જીતનારી ક્રેજિકોવા ત્રીજી બિનક્રમાંકિત ખેલાડી છે. વધુમાં 2000ની સાલ બાદ બેવડો ખિતાબ જીતનારી પહેલી મહિલા ખેલાડી બનવાની કોશિશમાં રહેશે. 2000ના વર્ષમાં મેરી પિયર્સે મહિલા એકલ અને યુગલ બન્ને ખિતાબ જીત્યા હતા. અનાસ્તાસિયાનો આ કારકિર્દીનો પહેલો ગ્રાન્ડસ્લેમ ફાઈનલ હતો. બીજા સેટમાં તેને પગની ઈજાનો ઉપચાર કરાવવો પડયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer