સચીન પાઇલોટ દિલ્હીમાં: પ્રિયંકા ગાંધીએ મનાવવાનું બીડું ઝડપ્યું

સચીન પાઇલોટ દિલ્હીમાં: પ્રિયંકા ગાંધીએ મનાવવાનું બીડું ઝડપ્યું
નવી દિલ્હી, તા.1ર : સંસદના ચોમાસું સત્ર પહેલા કેન્દ્રિય કેબિનેટમાં ફેરફારની હિલચાલ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદી પોતાના મંત્રીઓના કામકાજની સમીક્ષા કરી રહયા છે. દરમિયાન નીતિશકુમારના દળ જેડીયુએ મંત્રીમંડળમાં પોતાનો હિસ્સો માગ્યો છે.
જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે શનિવારે કહયુ કે કેન્દ્રિય મંત્રીમંડળમાં જેડીયુને પણ ભાગીદારી મળવી જોઈએ. એનડીએમાં સામેલ તમામ દળોને સમ્માન મળવું જોઈએ. ર019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયૂએ ગઠબંધન કર્યુ હતુ. જે તે વખતે નીતિશકુમાર ઈચ્છતા હતા કે મોદી કેબિનેટમાં જેડીયુના ઓછામાં ઓછા 3 સાંસદ હોય. કારણ કે માત્ર 6 બેઠક પર લડનાર લોજપાને કેન્દ્રિય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. માત્ર એકને મંત્રી બનાવવામાં આવતા નારાજ નીતિશે કેબિનેટમાં સામેલ થવા ઈન્કાર કરી દીધો હતો. મોદી કેબિનેટમાં હાલ તેમના સિવાય ર1 કેબિનેટ, 9 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને ર9 રાજ્ય મંત્રી છે. ઘણાં મંત્રીઓ પાસે એક થી વધુ મંત્રાલયનો કાર્યભાર છે. મંત્રી પરિષદમાં કુલ સંખ્યા પ4 છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer