ટ્રમ્પ ટેલેન્ટેડ, બાઇડેન પાસે આશા નહીં : પુતિન

ટ્રમ્પ ટેલેન્ટેડ, બાઇડેન પાસે આશા નહીં : પુતિન
અમેરિકા-રશિયાના સંબંધો તળિયે
વોશિંગ્ટન, તા.1ર: અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોનું સ્તર તળિયે હોવાનું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યંy છે. 16 જૂને પુતિન જિનેવા ખાતે રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળવાના છે તે પહેલા તેમનો એક ઇન્ટરવ્યૂ આવ્યો છે જેમાં તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરે છે તો બાઇડેન પાસે કોઈ આશા ન હોવાનું કહે છે. ટ્રમ્પને અસાધારણ વ્યક્તિ ગણાવતાં પુતિને બાઇડેનને કરિયર મેન કહ્યા હતા. પુતિને કહ્યંy કે આખી યુવાની રાજકારણમાં ખપાવી દેનાર, સાદગી પસંદ બાઇડેન પાસે તેમને કોઈ આશા નથી. ટ્રમ્પ જો પ્રતિભાશાળી ન હોત તો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ન હોત. વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડેન કંઈક મોટું કરશે તેવી આશા નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer