દર્દીઓ ઘટયા, પણ 4 હજારથી વધુ મોત

દર્દીઓ ઘટયા, પણ 4 હજારથી વધુ મોત
નવી દિલ્હી, તા. 12 : ઘાતક બનેલી બીજી લહેરમાં ‘જીવ બચ્યો તો લાખો મળ્યા’ જેવી સ્થિતિ સર્જાઇ છે. જીવલેણ ચીની વાયરસથી સંક્રમિત ચાર હજારથી વધુ લોકોને શનિવારે કોરોનાના રૂપમાં કાળ આંબી ગયો હતો. બીજીતરફ આજે 70 દિવસમાં સૌથી ઓછા 84,332 નવા દર્દી ઉમેરાયા હતા. ભારતમાં સંક્રમિતોની સંખ્યા બે કરોડ 93 લાખ 59,155 થઇ ગઇ છે, તો 24 કલાકમાં વધુ 4002 દર્દીના મોત સાથે કુલ 3,67,081 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. છેલ્લા 30 દિવસ એટલે કે એક મહિનાથી લગાતાર નવા દર્દી કરતાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ આવતી હોવાથી રિકવરી રેટ વધીને આજે 95 ટકાને પાર કરી 95.07 ટકા થઇ ગયો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer