ટીવી ચેનલો, અખબારોના ડિજિટલ પ્લેટફોર્મ પણ નિયમોના સકંજામાં

ટીવી ચેનલો, અખબારોના ડિજિટલ પ્લેટફોર્મ પણ નિયમોના સકંજામાં
મુક્તિ આપવાની ગઇઅની માગ કેન્દ્ર સરકારે ફગાવી
નવી દિલ્હી, તા.1ર : ગત મહિને સરકારે લાગુ કરેલા નવા આઈટી નિયમોથી ચેનલ અને અખબારોના ડિજિટલ પ્લેટફોર્મને મુક્તિ આપવાની માગ કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે.
ભારત સરકારે લાગુ કરેલા નવા આઈટી નિયમો અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ભારે વિવાદ થયો હતો. મોટાભાગના પ્લેટફોર્મએ નવા નિયમો અપનાવી લીધા છે. નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન (એનબીએ) એ ટીવી ચેનલો અને અખબારોના ડિજિટલ પ્લેટફોર્મને નવા નિયમોથી બહાર રાખવા અનુરોધ કર્યો હતો જે સરકારે માન્ય રાખ્યો નથી જેથી નવા આઈટી નિયમોના સકંજાથી ચેનલો કે અખબારોના ડિજિટલ પ્લેટફોર્મ પણ બચી શકે. એનબીએ એ સરકારને વિનંતી કરી હતી કે ટીવી ચેનલો અને અખબારો પહેલેથી જ અનેક પ્રકારના નિયમોથી બંધાયેલા છે તેવા સમયે વધુ નવા નિયમો તેમના પર લાગુ કરવા યોગ્ય નથી. સરકારે પ્રતિભાવમાં કહયુ કે નિયમો તમામ પર સમાન રીતે લાગુ થશે. અપવાદ રાખવો યોગ્ય નથી. ફરિયાદના ર4 કલાકમાં ડિજિટલ પ્લેટફોર્મે વાંધાજનક સામગ્રી હટાવવી પડશે. દર મહિને સરકારને રિપોર્ટ આપવો પડશે કે કેટલી ફરિયાદો આવી અને કેટલીનો નિકાલ કર્યો ?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer