પેટ્રોલમાં 27, ડીઝલમાં 23 પૈસા વધ્યા, દેશનાં છ રાજ્યમાં પેટ્રોલે સદી વટાવી

પેટ્રોલમાં 27, ડીઝલમાં  23 પૈસા વધ્યા, દેશનાં છ રાજ્યમાં પેટ્રોલે સદી વટાવી
નવી દિલ્હી,  તા. 12 : દેશભરમાં સામાન્ય જનતા, સંગઠનો, રાજકીય વિરોધપક્ષો દ્વારા સતત વિરોધ વચ્ચે શનિવારે પણ બન્ને ‘જીવન જરૂરી’ ઇંધણો મોંઘા થયાં હતા. પેટ્રોલમાં લિટરે 27 પૈસા, ડીઝલમાં 23 પૈસાનો વધારો કરાયો હતો.
અર્થતંત્રના તજજ્ઞો આ સતત થતા ભાવવધારાથી ભારે ચિંતીત છે, ત્યારે દેશનાં છ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલના ભાવ સદી વટાવી ચૂકયા છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને  લદ્ખામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને આંબી ગઇ છે.
ભારત-પાકિસ્તાન સીમા પાસે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ઇંધણ ભાવ સૌથી આકરા છે. અહીં પેટ્રોલની કિંમત 106.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 99.80 રૂપિયાના ભાવે વેંચાય છે. રાજસ્થાન દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલે છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું સ્થાન છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 102.30 રૂપિયા, ડીઝલના ભાવ 94.39 રૂપિયા, તો દિલ્હી કોલકાતા અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયાને પાર થઇ ગયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer