કોંગ્રેસમાં હવે ‘પાયલટ’નું ક્રેશ લેન્ડિંગ ?

કોંગ્રેસમાં હવે ‘પાયલટ’નું ક્રેશ લેન્ડિંગ ?
સચિન પાયલટના
નિવાસ સ્થાને સમર્થક ધારાસભ્યોની બેઠક યોજાઈ
નવી દિલ્હી, તા.10 : કોંગ્રેસની યુવા ટીમ તબક્કાવાર વેર વિખેર થઈ રહી છે. પહેલા જયોતિરાદિત્ય સિંધિયા પછી જિતિન પ્રસાદે ‘હાથ’ છોડી દીધો અને હવે સચિન પાયલોટ રાજકીય ક્રેશ લન્ડિંગ કરશે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. સચિન પાયલોટની નારાજગી દૂર કરવા ગેહલોત મંત્રીમંડળમાં તેમના સમર્થક ધારાસભ્યોને સ્થાન આપી ડેમેજ કંટ્રોલ કરવામાં આવી શકે છે.
રાજસ્થાનમાં રાજકીય સળવળાટ શરૂ થઈ ગયો છે. ના.મુખ્યમંત્રી સચિન પાયલોટના નિવાસ સ્થાને સમર્થક 8 ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ ધારાસભ્યો તેમને મળવા દોડી ગયાનું સામે આવ્યુ છે. આ બેઠકથી સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળોને વેગ આપ્યો છે. બેઠક કયા મુદ્દે યોજાઈ તેનું કારણ જાહેર કરાયુ નથી. કોંગ્રેસે અગાઉ પાયલોટની નારાજગી દૂર કરવા સમાધાન સમિતિ ઘડી હતી પરંતુ તેથી કોઈ સમાધાન થયુ નથી. એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં સચિન પાયલોટ જૂથ શક્તિ પ્રદર્શન કરી શકે છે.
પાયલોટ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હાઈકમાન્ડથી લાંબા સમયથી નારાજ છે. અગાઉ તેમણે ગેહલોત સામે બળવો કર્યો ત્યારે કોંગ્રેસ નેતૃત્વએ ખાતરી આપી વાત વાળી લીધી હતી જેને 10 મહિના બાદ પણ તેમણે ઉઠાવેલા મુદ્દા જેમના તેમ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer