ફાઇનલ માટે ખેલાડીઓ જોશમાં, તૈયારી જોરમાં

ફાઇનલ માટે ખેલાડીઓ જોશમાં, તૈયારી જોરમાં
-ટીમ ઇન્ડિયાના પહેલા અભ્યાસ સત્રમાં ખેલાડીઓએ ભરપૂર નેટ પ્રેકટીસ કરી
 
સાઉથમ્પટન, તા.10: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ફાઇનલ આડે હવે માત્ર 8 દિવસ રહ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તા. 18થી 22 જૂન દરિયાન ફાઇનલ મુકાબલો થશે. આને લઇને ટીમ ઇન્ડિયાએ ભરપૂર તૈયારી શરૂ કરી દીધી છે. આજે ગુરૂવારે ટીમનો પહેલો ગ્રુપ અભ્યાસ સત્ર યોજાયો હતો. જે દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ખૂબ કવર ડ્રાઇવ શોટ લગાવતા જોવા મળ્યો, તો યુવા ઋષભ પંત સિકસ ફટકારવાની પ્રેકટિસ કરતો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ટીમ 3 દિવસ સખત કવોરન્ટાઇમાં હતી. બાદમાં 6 જૂનથી ખેલાડીઓને ટ્રેનિંગની છૂટ મળી હતી. જો કે તેમાં ફકત ખેલાડીએ પોતે જ પ્રેકટીસ કરવાની હોય છે. બીજા ખેલાડીનો સાથ મળતો નથી. હવે આજથી ગ્રુપમાં ટ્રેનિંગની છૂટ મળી છે.
બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની નેટ પ્રેકટીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો માટે શેર કર્યોં છે. જેમાં અજિંકયા રહાણે, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાઝ, ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિન સહિતના ખેલાડીઓ પરસેવો પાડતા નજરે પડી રહ્યા છે. જ્યારે બોલિંગ પ્રકેટીસ વખતે કોચ રવિ શાત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ પણ ખેલાડીઓ સાથે જોવા મળે છે.
બીસીસીઆઇએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે અમારું પહેલું ટ્રેનિંગ સેશન શાનદાર રહ્યંy. ખેલાડીઓ જોશમાં છે. ટીમ ઇન્ડિયાની તૈયારી જોરમાં છે. પ્રેકટીસ દરમિયાન ધ વોલ ચેતેશ્વર પુજારા ડિફેન્સ અને લેગ સાઇડમાં શોર્ટ મારવા પર ધ્યાન આપી રહ્યો હતો. શુભમન અને જાડેજાએ પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. ખેલાડીઓએ બાદમાં ફિલ્ડીંગ પ્રેકટીસ પણ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer