IPLનો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે રમાશે

IPLનો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે રમાશે
-BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાની સત્તાવાર જાહેરાત
નવી દિલ્હી, તા.10: બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે આઇપીએલની 14મી સિઝનના બાકીના મેચની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આથી લાંબા સમયથી આઇપીએલના બીજા ભાગ પર ચાલી આવતી અટકળોનો આખરે અંત આવ્યો છે. આઇપીએલના 2021ના બાકીના 31 મેચ યુએઇમાં 19 સપ્ટેમ્બરથી 1પ ઓક્ટોબર દરમિયાન રમાશે. કોરોના સંક્રમિતના એકથી વધુ મામલા સામે આવવાથી આઇપીએલની 14 સિઝન 29 મેચ બાદ તા. 4 મેના સ્થગિત કરી દેવામાં આવી હતી.
આઇપીએલનો બીજો ભાગ ટી-20 વર્લ્ડ કપની ઠીક પહેલા યોજાશે. ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાશે કે નહીં તે હાલ નક્કી નથી. બીસીસીઆઇ તેનું આયોજન યુએઈ અથવા ઓમાનમાં કરવા પર વિચાર કરી રહ્યંy છે. એવા પણ રિપોર્ટ છે કે બીસીસીઆઇ ટી-20 વર્લ્ડ કપનું યજમાનપદ કદાચ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સોંપી દેશે. જો કે આઇસીસીએ આ મામલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer