અમરેલીમાં પ્રેમી ઉપર હુમલો કરી પ્રેમિકાનું પરિવારજનો અપહરણ કરી ગયા

બે ભાઈ-કાકા સહિતના શખસો સામે નોંધાતો ગુનો
અમરેલી, તા.10 : મહુવામાં રહેતા યુવાને પડોશી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખીને અમરેલીમાંથી યુવાન પર હુમલો કરી પ્રેમિકાનુ ભાઈ-કાકા સહિતના શખસો અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી. પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મહુવાના ઘનશ્યામનગરમાં રહેતા અને એસી રીપેરીંગનું કામ કરતા નરેશ મનુભાઈ બાંભણીયા નામના યુવાનને પડોશમાં રહેતી આરતી વિજય રાઠોડ નામની યુવતી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને યુવતીની અન્ય યુવાન સાથે સગાઈ થવાની હતી. દરમિયાન નરેશ અને આરતી ગત તા.8ના રાત્રીના ઘેરથી નાસી છુટયા હતા અને ચલાલામાં પરિચીત વકીલ પાસે પહોંચ્યા હતા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.
દરમિયાન નરેશ અને આરતી સવારે અમરેલીમાં જિલ્લા પંચાયત રોડ પર ઉભા હતા ત્યારે આરતીનો ભાઈ ભાવેશ ભરત રાઠોડ અને કાકા સંજય મધુ રાઠોડ બાઈક પર આવ્યા હતા અને પાછળથી કારમાં આરતીનો ભાઈ સુનીલ અને અજાણ્યા શખસો આવ્યા હતા અને નરેશ પર પાઈપથી હુમલો કર્યો હતો અને આરતીનું કારમાં અપહરણ કરી નાસી છુટયા હતા. જયારે ઘવાયેલા નરેશને હોસ્પિટલમાં ખસેડાયા ઁહતો. આ અંગે પોલીસે નરેશ બાંભણિયાની ફરિયાદ પરથી આરતીના બે ભાઈ-કાકા અને છ અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.
ક્રિષ્નાદત્ત સુરેશચંદ્ર દુબે અને મૂળ બિહાર પંથકની અને હાલમાં સુરતમાં કારગીલ ચોકમાં પ્રગતિ સોસાયટીમાં રહેતી પૂજા રાજેશ્વર મોહન ગુપ્તાને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer