અમરેલીમાં વેપારી પાસેથી રૂ.10 લાખની ખંડણીની માગણી કરી ફાયારિંગ કરવાની ધમકી

ઓડિયો ક્લિપ વાયરલ થઈ : ધમકી આપનારની શોધખોળ
અમરેલી, તા.10 : અમરેલીમાં રહેતા પેટ્રોલપંપના માલીકને ફોન કરી રૂ.10 લાખની ખંડણીની માગણી કરી ફાયારિંગ કરવાની ધમકી આપ્યાનો ઓડિયો ક્લિપ વાયરલ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે પોલીસે ધમકી આપનાર શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ
કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અમરેલીમાં રહેતા અને ગુરુદત પેટ્રોલપંપના માલીક હિતેષ નવનીતલાલ આડતિયા નામના વેપારીને મોબાઈલ ફોન પર છત્રપાલવાળા નામના શખસે ફોન કરી ધમકી આપી હતી કે પેટ્રોલપંપ શાંતીથી ચલાવવો છે? એસ.પી.નિલિપત રાય અમરેલીમાં કેટલો સમય રહેશે ? તેમ કહી રૂ. 10 લાખની ખંડણીની માગણી કરી ફાયરિંગ કરી પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ અંગે પોલીસે વેપારી હિતેષ આડતિયાની ફરીયાદ પરથી ધમકી આપનાર છત્રપાલવાળા નામના શખસ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં વેપારી હિતેષ આડતીયાને ફોન કરી છત્રપાલવાળાએ ધમકાવેલ કે એસ.પી. ધોકા મારશે અને બીજા દિવસે જામીન પર છૂટી જઈશુ. બહાર નીકળવા માટેથી તારી અને તારા પરિવારની સિક્યુરિટી રાખજે પૈસા નહીં આપેતો ફાયરિંગ થશે.
આ અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ઓડિયો ક્લિપમાં સાસદ નારણ કાછડીયા અને એસપી નિલિપત રાયના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે મુળ રાજસ્થાન પંથકના અને હાલમાં સુરતમાં પર્વત પાટિયા પાસે સાંનિધ્ય રેસીમાં રહેતા જમીન મકાનના દલાલ કમલેશ શાંતિલાલ દુગડ, મૂળ પેટલાદના અને હાલમાં અમરોલીમાં ક્રિષ્ના રેસી.માં રહેતા વિકાસકુમાર ઉર્ફે વિકી હસમુખ પટેલ, મૂળ ઉત્તરપ્રદેશની અને હાલમાં સુરત ડીંડોલીમાં રાજદીપ સોસાયટીમાં રહેતા ક્રિષ્નાદત્ત સુરેશચંદ્ર દુબે અને મૂળ બિહાર પંથકની અને હાલમાં સુરતમાં કારગીલ ચોકમાં પ્રગતિ સોસાયટીમાં રહેતી પૂજા રાજેશ્વર મોહન ગુપ્તાને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer